A Collection of 38 Bhajans, Kirtans & Aartis · ગુજરાતી · English
A TRIBUTE · IN LOVING MEMORY
સ્વ. શ્રી સુધીરચંદ્ર મોતીભાઈ પટેલ (UK)
Late Shri Sudhirchandra Motibhai Patel
24/05/1938 – 07/08/2020
સંકલન · Collated by
Rakesh Sudhirchandra Patel
Sing along on www.bhajanbook.com
સ્વાગતમ્ · WELCOME
WITH COMPLIMENTS OF
Rakesh & Renu Patel
Sandeep & Shoba Patel
Jamie, Shivam, Marsiya and Mia Patel
વિભાગ ૧ · સર્વ પ્રસંગે · FOR EVERY OCCASION
દોહા
શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારિ,
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ.
બુદ્ધિહીન તનુ જાનિકૈ, સુમિરૌં પવનકુમાર,
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ વિકાર
ચોપાઈ
જય હનુમાન ! જ્ઞાન ગુન સાગર, જય કપીશ તિહું લોક ઉજાગર.
રામદૂત અતુલિત બલ ધામા, અંજનીપુત્ર પવનસુત નામા.
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી,
કંચન બરન બિરાજ સુવેસા, કાનન કુંડલ કુંચિત કેસા.
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ, કાંધે મૂંજ જનેઊ સાજૈ.
શંકર સુવન કેસરીનંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન.
વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર.
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા.
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા, બિકટ રૂપ ધરિ લંક જલાવા.
ભીમ રૂપ ધરિ અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સંવારે.
લાય સજીવન લખન જિયાયે, શ્રી રઘુવીર હરષિ ઉર લાયે.
રઘુપતિ કીન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ
સહસ્ત્ર બદન તુમ્હારો જસ ગાવૈં, અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં.
સનકાદિક બ્રહ્માદિ મુનીશા, નારદ શારદ સહિત અહીસા.
યમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકૈ કહાં તે,
તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હા, રામ મિલાય રાજપદ દીન્હા
તુમ્હારો મંત્ર બિભીષન માના, લંકેશ્વર ભયે સબ જગ જાના.
વિભાગ 1 · સર્વ પ્રસંગે · FOR EVERY OCCASION
DOHA
Shri Guru Charan Saroj-Raj, Nij Manu Mukuru Sudhari,
Baranaun Raghubar Bimal Jas, Jo Dayak Fal Chari.
Buddhi-Hin Tanu Janikei, Sumiro Pavan-Kumar,
Bal Buddhi Vidya Dehu Mohin, Harahu Kales Vikar.
CHOPAI
Jay Hanuman, Gyan Gun-Sagar, Jay Kapish Tinhu Lok-Ujagar.
Ram-Doot Atulit Bal Dhama, Anjani-Putra Pavan-Sut Nama.
Mahabir Vikram Bajarangi, Kumati Nivar Sumati Ke Sangi.
Kanchan Baran Biraj Subesa, Kanan Kundal Kunchit Kesa.
Hath Bajra Aur Dhwaja Birajei, Kandhe Moonj Jane'u Sajei.
Shanker Suvan Kesari-Nandan, Tej Pratap Maha Jaga-Vandan.
Vidyavan Guni Ati Chatur, Ram Kaj Karibe Ko Atur.
Prabhu-Charitra Sunibe Ko Rasiya, Ram Lakhan Sita Man Basiya.
Sukshma Rup Dhari Siyahin Dikhava, Bikat Rup Dhari Lank Jalawa.
Bhim Rup Dhari Asur Sanhare, Ramachandra Ke Kaj Sanware.
Lay Sajiwan Lakhan Jiyaye, Shri Raghuvir Harashi Ura Laye.
Raghupati Kinhi Bahut Badai, Tum Mam Priya Bharat Sam Bhai.
Sahastra Badan Tumharo Jas Gave, As Kahi Shripati Kanth Lagave.
Sanakadik Brahmadi Munisha, Narad Sharad Sahit Ahisa.
Yam Kuber Digpal Jahan Te, Kabi Kobid Kahi Sake Kahan Te.
Tum Upakar Sugrivahin Kinha, Ram Milay Raj-Pad Dinha.
Tumharo Mantra Bibhishan Mana, Lankeshvar Bhae Sab Jag Jana.
યુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માંહી, જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં
દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે.
રામ દુવારે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી શરના, તુમ રક્ષક કાહૂ કો ડરના.
આપન તેજ સમ્હારો આપૈ, તીનોં લોક હાંક તેં કાંપૈ.
ભૂત પિશાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ.
નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા.
સંકટ સે હનુમાન છુડાવૈ, મન કર્મ વચન ધ્યાન જો લાવૈ.
સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા.
ઔર મનોરથ જો કોઈ લાવે, તાસુ અમિત જીવન ફલ પાવે.
ચારોં જુગ પ્રતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધ જગત ઉજિયારા.
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે.
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા.
રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા
તુમ્હારો ભજન રામ કો પાવૈ, જનમ-જનમ કે દુઃખ બિસરાવૈ
અંતકાલ રઘુબર પુર જાઈ, જહાં જન્મ હરિ-ભક્ત કહાઈ.
ઔર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સેઈ સર્વ સુખ કરઈ.
સંકટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરૈ હનુમંત બલબીરા.
જૈ જૈ જૈ હનુમાન ગોસાંઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાંઈ.
જો શત બાર પાઠ કરે કોઈ, છૂટહિ બંદિ મહા સુખ હોઈ.
જો યહ પઢૈ હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા.
તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હૃદય મહીં ડેરા.
દોહા
પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ;
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ.
Yuga Sahasra Jojan Par Bhanu, Lilyo Tahi Madhur Fal Janu.
Prabhu Mudrika Meli Mukh Manhi, Jaladhi Langhi Gaye Acharaj Nahin.
Durgam Kaj Jagat Ke Jete, Sugam Anugrah Tumhare Tete.
Ram Duware Tum Rakhware, Hota Na Agna Binu Peisare.
Sab Sukh Lahei Tumhari Sarana, Tum Rakshak Kahu Ko Darana.
Apan Tej Samharo Apei, Tinon Lok Hank Te Kanpei.
Bhoot Pishach Nikat Nahin Avei, Mahavir Jab Nam Sunavei.
Nasei Rog Harei Sab Pira, Japat Nirantar Hanumant Bira.
Sankat Se Hanuman Chhudavei, Man Karm Bachan Dhyan Jo Lavei.
Sab Par Ram Tapaswi Raja, Tinake Kaj Sakal Tum Saja.
Aur Manorath Jo Koi Lavei, Tasu Amit Jivan-Fal Pavei.
Charon Jug Paratap Tumhara, Hei Parasiddha Jagat Ujiyara.
Sadhu-Sant Ke Tum Rakhaware, Asur-Nikandan Ram-Dulare.
Ashta Siddhi Nou Nidhi Ke Data, As Bar Din Janaki Mata.
Ram Rasayana Tumhare Pasa, Sada Raho Raghupati Ke Dasa.
Tumharo Bhajan Ram-Ko Pavei, Janam Janam Ke Dukh Bisaravei.
Antakal Raghubar Pur Jai, Jahan Janma Hari-Bhakta Kahai.
Aur Devata Chitta Na Dharai, Hanumant Sei Sarva Sukha Karai.
Sankat Katei Mitei Sab Pira, Jo Sumirei Hanumant Bala-Bira.
Jei Jei Jei Hanuman Gosain, Krupa Karahu Gurudev Ki Nayin.
Jo Shat Bar Path Kare Koi, Chhutahi Bandi Maha Sukh Hoi.
Jo Yah Padhei Hanuman Chalisa, Hoi Siddhi Sakhi Gaurisa.
Tulsidas Sada Hari Chera, Kijei Nath Hriday Mahin Dera.
DOHA
Pavana-Tanaya Sankat-Haran, Mangal Murati Rup,
Ram Lakhan Sita Sahit, Hriday Basahu Sur Bhoop.
ૐ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે ।
ભક્ત જનોં કે સંકટ, દાસ જનોં કે સંકટ,
ક્ષણ મેં દૂર કરે ॥ ૐ જય જગદીશ હરે ॥
જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મન કા ।
સ્વામી દુઃખ બિનસે મન કા ।
સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તન કા ॥ ૐ જય... ॥
માત પિતા તુમ મેરે, શરણ ગહૂં કિસકી ।
સ્વામી શરણ ગહૂં કિસકી ।
તુમ બિન ઔર ન દૂજા, આસ કરું જિસકી ॥ ૐ જય... ॥
તુમ પૂરણ પરમાત્મા, તુમ અંતરયામી ।
સ્વામી તુમ અંતરયામી ।
પારબ્રહ્મ પરમેશ્વર, તુમ સબ કે સ્વામી ॥ ૐ જય... ॥
તુમ કરુણા કે સાગર, તુમ પાલનકર્તા ।
સ્વામી તુમ પાલનકર્તા ।
મૈં મૂરખ ખલ કામી, કૃપા કરો ભર્તા ॥ ૐ જય... ॥
તુમ હો એક અગોચર, સબકે પ્રાણપતિ ।
સ્વામી સબકે પ્રાણપતિ ।
કિસ વિધ મિલૂં દયામય, તુમકો મૈં કુમતિ ॥ ૐ જય... ॥
દીનબંધુ દુઃખહર્તા, ઠાકુર તુમ મેરે ।
સ્વામી ઠાકુર તુમ મેરે ।
અપને હાથ ઉઠાઓ, દ્વાર પડા તેરે ॥ ૐ જય... ॥
વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા ।
સ્વામી પાપ હરો દેવા ।
શ્રદ્ધા ભક્તિ બઢાઓ, સંતન કી સેવા ॥ ૐ જય... ॥
Om Jai Jagdish Hare, Swami Jai Jagdish Hare ।
Bhakta Jano Ke Sankat, Das Jano Ke Sankat,
Kshan Men Dur Kare ॥ Om Jai Jagdish Hare ॥
Jo Dhyave Fal Pave, Dukh Binase Man Ka ।
Swami Dukh Binase Man Ka ।
Sukh Sampatti Ghar Ave, Kasht Mite Tan Ka ॥ Om Jai... ॥
Mat Pita Tum Mere, Sharan Gahun Kiski ।
Swami Sharan Gahun Kiski ।
Tum Bin Aur Na Duja, Aas Karun Jiski ॥ Om Jai... ॥
Tum Puran Paramatma, Tum Antaryami ।
Swami Tum Antaryami ।
Par-Brahma Parameshwar, Tum Sab Ke Swami ॥ Om Jai... ॥
Tum Karuna Ke Sagar, Tum Palan-Karta ।
Swami Tum Palan-Karta ।
Main Murakh Khal Kami, Krupa Karo Bharta ॥ Om Jai... ॥
Tum Ho Ek Agochar, Sabke Pranpati ।
Swami Sabke Pranpati ।
Kis Vidh Milun Dayamay, Tumko Main Kumati ॥ Om Jai... ॥
Din-Bandhu Dukh-Harta, Thakur Tum Mere ।
Swami Thakur Tum Mere ।
Apne Hath Uthao, Dwar Pada Tere ॥ Om Jai... ॥
Vishay Vikar Mitao, Pap Haro Deva ।
Swami Pap Haro Deva ।
Shraddha Bhakti Badhao, Santan Ki Seva ॥ Om Jai... ॥
વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ।
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે ॥
વૈષ્ણવ જન તો...
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે ।
વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે ॥
વૈષ્ણવ જન તો...
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે ।
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે ॥
વૈષ્ણવ જન તો...
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે ।
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે ॥
વૈષ્ણવ જન તો...
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે ।
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે ॥
વૈષ્ણવ જન તો...
Vaishnav Jan To Tene Kahiye Je Pid Parai Jane Re ।
Par Dukhe Upkar Kare Toye Man Abhiman Na Aane Re ॥
Vaishnav Jan To...
Sakal Lok Man Sahune Vande, Ninda Na Kare Keni Re ।
Vach Kachh Man Nishchal Rakhe, Dhan Dhan Janani Teni Re ॥
Vaishnav Jan To...
Samdrashti Ne Trushna Tyagi, Par-Stri Jene Mat Re ।
Jihva Thaki Asatya Na Bole, Par-Dhan Nav Jhale Hath Re ॥
Vaishnav Jan To...
Moh Maya Vyape Nahi Jene, Drudh Vairagya Jena Man Man Re ।
Ram-Nam Shun Tali Re Lagi, Sakal Tirath Tena Tan Man Re ॥
Vaishnav Jan To...
Van-Lobhi Ne Kapat-Rahit Chhe, Kam Krodh Nivarya Re ।
Bhane Narsaiyo Tenun Darshan Karata, Kul Ekoter Tarya Re ॥
Vaishnav Jan To...
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ.
સીતારામ, સીતારામ, ભજ પ્યારે મન સીતારામ (૨)
રઘુપતિ રાઘવ રાજા રામ...
ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન (૨)
જય જય રઘુપતિ રાઘવ રાજા રામ...
સુખમેં તુલસી ઘટમેં રામ, જબ બોલો તબ સીતારામ (૨)
જય જય રઘુપતિ રાઘવ રાજા રામ...
હાથોં સે કરો ઘરકા કામ, મુખ સે બોલો સીતારામ (૨)
રઘુપતિ રાઘવ રાજા રામ...
કૌશલ્યાકા વ્હાલા રામ, દશરથજીકા પ્યારા રામ (૨)
રઘુપતિ રાઘવ રાજા રામ...
બંસીવાલા હૈ ઘનશ્યામ, ધનુષ્યધારી સીતારામ (૨)
રઘુપતિ રાઘવ રાજા રામ...
Raghupati Raghav Raja Ram, Patit-Pavan Sitaram
Sitaram, Sitaram, Bhaj Pyare Man Sitaram (2)
Raghupati Raghav Raja Ram...
Ishwar Allah Tero Nam, Sabako Sanmati De Bhagwan (2)
Jay Jay Raghupati Raghav Raja Ram...
Sukh-Mein Tulsi Ghat-Mein Ram, Jab Bolo Tab Sitaram (2)
Jay Jay Raghupati Raghav Raja Ram...
Hatho-Se Karo Gharka Kam, Mukhase Bolo Sitaram (2)
Raghupati Raghav Raja Ram...
Kaushalyaka Vhala Ram, Dashrathjika Pyara Ram (2)
Raghupati Raghav Raja Ram...
Bansivala He Ghanshyam, Dhanushya-Dhari Sitaram (2)
Raghupati Raghav Raja Ram...
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
હરિ ૐ
ઈશાવાસ્યમ્ ઇદં સર્વં યત્ કિંચ જગત્યાં જગત્
તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ ॥
યં બ્રહ્માવરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈઃ સ્તવૈર્
વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈઃ ગાયન્તિ યં સામગાઃ
ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો
યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ.
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.
તું-હીણો હું છું તો તુજ દર્શનનાં દાન દઈ જા.
Aum Bhoor Bhuvah Swah Tat-Savitur-Varenyam
Bhargo Devasya Dheemahi Dhiyo Yo Nah Prachodayat.
HARI AUM
Isha Vasyam Idam Sarvam, Yat Kinch Jagatyam Jagat;
Tena Tyaktena Bhunjithah, Ma Grudhah Kasya Swid Dhanam.
Yam Brahma Varunendra Rudra Marutah Stunwanti Divyeihi Staveir
Vedeihi Sang Pada Kramo-Panishadeir Gayanti Yam Samagah;
Dhyana Vasthita Tad-Gaten Manasa Pashyanti Yam Yogino
Yasyantam Na Viduhu Surasuraganah Devaya Tasmei Namah.
Twameva Mata Cha Pita Twameva
Twameva Bandhuscha Sakha Twameva
Twameva Vidya Dravinam Twameva
Twameva Sarvam Mama Deva Deva.
Asatyo Manhethi Prabhu Parama Satye Tun Lai Ja
Unda Andharethi Prabhu Parama Teje Tun Lai Ja
Maha Mrutyumanthi Amrut Samipe Nath Lai Ja
Tun Hino Hun Chhun To Tuja Darsanana Dana Dai Ja
શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ-ભય દારુણં
નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણં (૧)
કંદર્પ અગણિત અમિત છબિ નવ નીલ નીરદ સુંદરં
પટ પીત માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક-સુતાવરં (૨)
શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણં
આજાનુ ભુજ શર ચાપ ધર, સંગ્રામ જિત ખર દૂષણં (૩)
ભજ દીનબંધુ દિનેશ દાનવ, દલન દુષ્ટ નિકંદનં
રઘુનંદ આનંદ-કંદ, કૌશલ-ચંદ દશરથ-નંદનં (૪)
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ-મન-રંજનં.
મમ હૃદય-કંજ નિવાસ કુરુ, કામાદિ-ખલ-દલ-ગંજનં (૫)
Shri Ramchandra Krupalu Bhaj Man Haran Bhav-Bhay Darunam
Navkanj Lochan Kanj Mukh Kar Kanj Pad Kanjarunam (1)
Kandarp Aganit Amit Chhabi Nav Nil Nirad Sundaram
Pat Pit Manhu Tadit Ruchi Shuchi Naumi Janak-Sutavaram (2)
Shir Mukut Kundal Tilak Charu Udar Ang Vibhooshanam
Ajanu Bhuj Shar Chap Dhar, Sangram Jit Khar Dooshanam (3)
Bhaj Dinbandhu Dinesh Danav, Dalan Dushta Nikandanam
Raghunand Anand-Kand, Kaushal-Chand Dashrath-Nandanam (4)
Iti Vadati Tulsidas Shankar Shesh Muni-Man-Ranjanam
Mam Hruday-Kanj Nivas Kuru, Kamadi-Khal-Dal-Ganjanam (5)
વિભાગ ૨ · સ્વામિનારાયણ કીર્તન · SWAMINARAYAN KIRTANS
જય સદ્ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી... જય સદ્ગુરુ સ્વામી (૧)
ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,
ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી... જય સદ્ગુરુ સ્વામી (૨)
નારાયણ સુખદાતા, દ્વિજકુળ તનુધારી,
પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી... જય સદ્ગુરુ સ્વામી (૩)
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,
અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી... જય સદ્ગુરુ સ્વામી (૪)
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,
કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે... જય સદ્ગુરુ સ્વામી (૫)
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી... જય સદ્ગુરુ સ્વામી (૬)
વિભાગ 2 · સ્વામિનારાયણ કીર્તન · SWAMINARAYAN KIRTANS
Jay Sadguru Swami, (Prabhu) Jay Sadguru Swami,
Sahajanand Dayalu, Balvant Bahunami... Jay Sadguru Swami (1)
Charan Saroj Tamara, Vandu Kar Jodi,
Charane Chitta Dharyathi, Dukh Nakhya Todi... Jay Sadguru Swami (2)
Narayan Sukhdata, Dvijkul Tanudhari,
Pamar Patit Uddharya, Aganit Narnari... Jay Sadguru Swami (3)
Nitya Nitya Nautam Lila, Karta Avinashi,
Adsath Tirath Charane, Koti Gaya Kashi... Jay Sadguru Swami (4)
Purushottam Pragatnu, Je Darshan Karshe,
Kal Karamthi Chhuti, Kutumb Sahit Tarshe... Jay Sadguru Swami (5)
Aa Avasar Karunanidhi, Karuna Bahu Kidhi,
Muktanand Kahe Mukti, Sugam Kari Sidhi... Jay Sadguru Swami (6)
વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;
જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ... (૧)
સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;
જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ... (૨)
જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ;
જેને શેષ સહસ્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ... (૩)
વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;
નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ... (૪)
Vandu Sahajanand Rasrup, Anupam Sarne Re Lol;
Jene Bhajta Chhute Fand, Kare Bhav Parne Re Lol... (1)
Samru Pragat Rup Sukhdham, Anupam Namne Re Lol;
Jene Bhav Brahmadik Dev, Bhaje Taji Kamne Re Lol... (2)
Je Hari Aksharbrahma Adhar, Par Koi Nav Lahe Re Lol;
Jene Shesh Sahasramukh Gay, Nigam Neti Kahe Re Lol... (3)
Varnavu Sundar Rup Anup, Jugal Charane Nami Re Lol;
Nakhshikh Premsakhina Nath, Raho Urma Rami Re Lol... (4)
જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર-ચરણ કરો ત્યારી... ટેક
બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી;
જળે ભર્યા ચંબુ ચોખાળી... જમો થાળ (૧)
કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;
કાઢ્યો રસ કેરીનો ઘોળી... જમો થાળ (૨)
ગળ્યાં સાટાં ઘેબર ફૂલવડી, દૂધપાક માલપૂઆ કઢી;
પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી... જમો થાળ (૩)
અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું હું તરત કરી તાજી;
દહીં ભાત સાકર છે ઝાઝી... જમો થાળ (૪)
ચળું કરો લાવું જળઝારી, એલાયચી લવિંગ સોપારી;
પાનબીડી બનાવી સારી... જમો થાળ (૫)
મુખવાસ મનગમતાં લઈને, પ્રસાદીનો થાળ મુને દઈને;
ભૂમાનંદ કહે રાજી થઈને... જમો થાળ (૬)
Jamo Thal Jivan Jau Vari, Dhovu Kar-Charan Karo Tyari... Tek
Beso Melya Bajothiya Dhali, Katora Kanchanni Thali;
Jale Bharya Chambu Chokhali... Jamo Thal (1)
Kari Katha Ghauni Poli, Meli Ghrut Sakarma Boli;
Kadhyo Ras Kerino Gholi... Jamo Thal (2)
Galya Sata Ghebar Fulvadi, Dudhpak Malpua Kadhi;
Puri Pochi Thai Chhe Ghima Chadhi... Jamo Thal (3)
Athana Shak Sundar Bhaji, Lavi Chhu Hu Tarat Kari Taji;
Dahi Bhat Sakar Chhe Jhaji... Jamo Thal (4)
Chalu Karo Lavu Jaljhari, Elaychi Laving Sopari;
Panbidi Banavi Sari... Jamo Thal (5)
Mukhvas Mangamta Laine, Prasadino Thal Mune Daine;
Bhumanand Kahe Raji Thaine... Jamo Thal (6)
પોઢો પોઢો સહજાનંદ સ્વામી, અંખિયાંમાં નીંદર ભરાણી રે... ટેક
હાં રે તમે માથેથી પાઘ ઉતારો રે,
પછી તમે બનાતની ટોપી ધારો રે... (૧)
હાં રે તમે જરકસી જામો ઉતારો રે,
પછી હીરકોરી ધોતી ધારો રે... (૨)
હાં રે તમે કેડનો પટકો છોડો રે,
પછી શાલ દુશાલા ઓઢો રે... (૩)
હાં રે પોઢ્યા પ્રેમાનંદના સ્વામી રે,
સખી જોઈ જોઈ આનંદ પામી રે... (૪)
Podho Podho Sahajanand Swami, Ankhiyama Nindar Bharani Re... Tek
Han Re Tame Mathethi Pagh Utaro Re,
Pachhi Tame Banatni Topi Dharo Re... (1)
Han Re Tame Jarkasi Jamo Utaro Re,
Pachhi Hirkori Dhoti Dharo Re... (2)
Han Re Tame Kedno Patko Chhodo Re,
Pachhi Shal Dushala Odho Re... (3)
Han Re Podhya Premanandna Swami Re,
Sakhi Joi Joi Anand Pami Re... (4)
પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ... ટેક
પ્રણામ છે ધર્મતાતને રે, ભક્તિમાતાને પ્રણામ;
પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, ઇચ્છારામને પ્રણામ હો... ગુન્હા (૧)
પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળમરજાદ;
માત પિતા મૂક્યાં છે સ્વામી, એક તમારે કાજ હો... ગુન્હા (૨)
ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ;
એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ હો... ગુન્હા (૩)
અમ જેવા તમને ઘણા, પણ તમો અમારે એક;
પ્રેમસખી વિનંતિ કરે છે, રાખો અમારી ટેક હો... ગુન્હા (૪)
Padharone Sahajanandji Ho, Gunha Karine Maf... Tek
Pranam Chhe Dharmatatne Re, Bhaktimatane Pranam;
Pranam Chhe Jyeshth Bhratne, Ichchharamne Pranam Ho... Gunha (1)
Pati Melya Piyu Tam Karane, Meli Kulmarjad;
Mat Pita Mukya Chhe Swami, Ek Tamare Kaj Ho... Gunha (2)
Garud Tajine Pala Padharya, Gaj Saru Maharaj;
Evi Rite Tame Avo Dayalu, Karva Amara Kaj Ho... Gunha (3)
Am Jeva Tamne Ghana, Pan Tamo Amare Ek;
Premsakhi Vinanti Kare Chhe, Rakho Amari Tek Ho... Gunha (4)
સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઉભરાય;
નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય... સજની (૧)
સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે, સુંદર કમળ સરીખાં નેણ;
સુંદર કરતા લટકાં હાથનાં રે, સુંદર અમૃત સરીખાં વેણ... સજની (૨)
શી કહું શોભા અંગોઅંગ તણી રે, નીરખી લાજે કોટિક કામ;
હસતાં હસતાં હેત વધારતા રે, એવા સુખનિધિ શ્રી ઘનશ્યામ... સજની (૩)
સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે, અંબર જરકસિયાં કોઈ વાર;
ગુચ્છ કલંગી તોરા ખોસતા રે, ગજરા બાજુ ગુલાબી હાર... સજની (૪)
એ છબી જોવા તલપે આંખડી રે, મધુરાં વચન સાંભળવા કાન;
એ હરિ મળવાને હૈડું તપે રે, પ્રેમાનંદના જીવનપ્રાણ... સજની (૫)
Sajani Shriji Mujne Sambharya Re, Haide Harakh Rahyo Ubhray;
Nene Ansuni Dhara Vahe Re, Virahe Manadu Vyakul Thay... Sajani (1)
Sundar Murti Shri Maharajni Re, Sundar Kamal Sarikha Nen;
Sundar Karta Latka Hathna Re, Sundar Amrut Sarikha Ven... Sajani (2)
Shi Kahu Shobha Angoang Tani Re, Nirakhi Laje Kotik Kam;
Hasta Hasta Het Vadharta Re, Eva Sukhnidhi Shri Ghanshyam... Sajani (3)
Sada Shvetambar Shriji Dharta Re, Ambar Jarkasiya Koi Var;
Guchchh Kalangi Tora Khosta Re, Gajra Baju Gulabi Har... Sajani (4)
E Chhabi Jova Talpe Ankhdi Re, Madhura Vachan Sambhalva Kan;
E Hari Malvane Haidu Tape Re, Premanandna Jivanpran... Sajani (5)
આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી;
અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગે જી... (૧)
અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છોગાં ઘાલે જી;
જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે જી... (૨)
જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલે જી;
મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલે જી... (૩)
મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહીં કોઈ રાગી જી;
બહારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગી જી... (૪)
આજ કાલમાં હું તું કરતાં, જમડાં પકડી જાશે જી;
બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશે જી... (૫)
Aa Tan Rang Patang Sarikho, Jata Var Na Lage Ji;
Asankhya Gaya Dhan Sampatti Meli, Tari Najaru Age Ji... (1)
Ange Tel Fulel Lagave, Mathe Chhoga Ghale Ji;
Joban Dhannu Jor Janave, Chhati Kadhi Chale Ji... (2)
Jem Undarde Daru Pidho, Mastano Thai Dole Ji;
Magrurima Ang Marode, Jem Tem Mukhthi Bole Ji... (3)
Manma Jane Muj Sarikho, Rasiyo Nahi Koi Ragi Ji;
Bahare Taki Rahi Biladi, Leta Var Na Lagi Ji... (4)
Aaj Kalma Hu Tu Karta, Jamda Pakdi Jashe Ji;
Brahmanand Kahe Chet Agnani, Ante Fajeti Thashe Ji... (5)
સંત પરમ હિતકારી, જગત માંહી... ટેક
પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ,
ભરમ મિટાવત ભારી... જગત માંહી (૧)
પરમકૃપાળુ સકલ જીવન પર,
હરિસમ સબ દુઃખહારી... જગત માંહી (૨)
ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી,
રીત જગતસે ન્યારી... જગત માંહી (૩)
બ્રહ્માનંદ કહે સંતકી સોબત,
મિલત હૈ પ્રગટ મોરારી... જગત માંહી (૪)
Sant Param Hitkari, Jagat Mahi... Tek
Prabhupad Pragat Karavat Priti,
Bharam Mitavat Bhari... Jagat Mahi (1)
Paramkrupalu Sakal Jivan Par,
Harisam Sab Dukhhari... Jagat Mahi (2)
Trigunatit Firat Tanu Tyagi,
Rit Jagatse Nyari... Jagat Mahi (3)
Brahmanand Kahe Santki Sobat,
Milat Hai Pragat Morari... Jagat Mahi (4)
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;
અંતર ઊંડી જે ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી... ત્યાગ (૧)
વેશ લીધો રે વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી;
ઉપર વેશ તો આછો બન્યો, માંહી મોહ ભરપૂરજી... ત્યાગ (૨)
કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;
સંગ પ્રસંગે તે પાંગરે, જ્યારે જોગ ભોગનો થાયજી... ત્યાગ (૩)
ઉષ્ણ રતે અવનિ ઉપરે, બીજ ન દીસે બહારજી;
ઘન વરસે વન પાંગરે, એમ ઇન્દ્રિય વિષે આકારજી... ત્યાગ (૪)
ચમક દેખીને લોહ ચળે, એમ ઇન્દ્રિય વિષય સંજોગજી;
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગજી... ત્યાગ (૫)
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી;
વણસ્યો રે વર્ણ આશ્રમથી, અંતે કરશે અનરથજી... ત્યાગ (૬)
ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;
ગયું રે ઘૃત મહી માખણથી, આપે થયું અશુદ્ધજી... ત્યાગ (૭)
પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગીજી;
નિષ્કુળાનંદ એ નરનો, વણસમજ્યો વૈરાગ્યજી... ત્યાગ (૮)
Tyag Na Take Re Vairagya Vina, Karie Koti Upayji;
Antar Undi Je Ichchha Rahe, Te Kem Karine Tajayji... Tyag (1)
Vesh Lidho Re Vairagyano, Desh Rahi Gayo Durji;
Upar Vesh To Achho Banyo, Mahi Moh Bharpurji... Tyag (2)
Kam Krodh Lobh Mohnu, Jya Lagi Mul Na Jayji;
Sang Prasange Te Pangre, Jyare Jog Bhogno Thayji... Tyag (3)
Ushna Rate Avani Upare, Bij Na Dise Baharji;
Ghan Varse Van Pangre, Em Indriya Vishe Akarji... Tyag (4)
Chamak Dekhine Loh Chale, Em Indriya Vishay Sanjogji;
Anbhetye Re Abhav Chhe, Bhetye Bhogavshe Bhogji... Tyag (5)
Upar Taje Ne Antar Bhaje, Em Na Sare Arathji;
Vansyo Re Varna Ashramthi, Ante Karshe Anarathji... Tyag (6)
Bhrasht Thayo Re Jog Bhogthi, Jem Bagadyu Dudhji;
Gayu Re Ghrut Mahi Makhanthi, Ape Thayu Ashuddhji... Tyag (7)
Palma Jogi Ne Bhogi Palma, Palma Gruhi Ne Tyagiji;
Nishkulanand E Narno, Vansamjyo Vairagji... Tyag (8)
રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું... ટેક
રે તમ વિના સુખ સંપત કહાવે, તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે;
અંતે એમાં કામ કોઈ નાવે... રે શ્યામ (૧)
રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી;
તેથી મારી મનવૃત્તિ અટકી... રે શ્યામ (૨)
રે અખંડ અલૌકિક સુખ સારુ, રે જોઈ જોઈ મન મોહ્યું મારું;
ધરા ધન તમ ઉપર વારું... રે શ્યામ (૩)
રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું;
મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું... રે શ્યામ (૪)
Re Shyam Tame Sachu Nanu, Biju Sarve Dukhdayak Janu... Tek
Re Tam Vina Sukh Sampat Kahave, Te To Sarve Mahadukh Upjave;
Ante Ema Kam Koi Nave... Re Shyam (1)
Re Murakh Lok Mare Bhatki, Jutha Sange Hare Shir Patki;
Tethi Mari Manvrutti Atki... Re Shyam (2)
Re Akhand Alaukik Sukh Saru, Re Joi Joi Man Mohyu Maru;
Dhara Dhan Tam Upar Varu... Re Shyam (3)
Re Brahmathi Kit Lagi Joyu, Juthu Sukh Janine Vagovyu;
Muktanand Man Tam Sang Mohyu... Re Shyam (4)
વિભાગ ૩ · સાંઈબાબા ભજન · SAI BABA BHAJANS
આરતી સાંઈબાબા । સૌખ્યદાતાર જીવા ।
ચરણરજાતલી । દ્યાવા દાસાં વિસાવા, ભક્તાં વિસાવા ॥
આરતી સાંઈબાબા... ॥
જાળુનિયાં આનંગ । સ્વસ્વરૂપી રાહે દંગ ।
મુમુક્ષુ જનાં દાવી । નિજ ડોળાં શ્રીરંગ ॥ આરતી... ॥
જયા મની જૈસા ભાવ । તયા તૈસા અનુભવ ।
દાવિસી દયાઘના । ઐસી તુઝી હી માવ ॥ આરતી... ॥
તુમચે નામ ધ્યાતાં । હરે સંસૃતિ વ્યથા ।
અગાધ તવ કરણી । માર્ગ દાવિસી અનાથા ॥ આરતી... ॥
કલિયુગી અવતાર । સગુણ પરબ્રહ્મ સાચાર ।
અવતીર્ણ ઝાલાસે । સ્વામી દત્ત દિગંબર ॥ આરતી... ॥
આઠાં દિવસાં ગુરુવારી । ભક્ત કરિતી વારી ।
પ્રભુપદ પહાવયા । ભવભય નિવારી ॥ આરતી... ॥
માઝા નિજદ્રવ્ય ઠેવા । તવ ચરણરજ સેવા ।
માગણે હેચિ આતાં । તુમ્હાં દેવાધિદેવા ॥ આરતી... ॥
ઇચ્છિત દીન ચાતક । નિર્મળ તોય નિજસુખ ।
પાજાવે માધવા યા । સાંભાળ આપુલી ભાક ॥ આરતી... ॥
વિભાગ 3 · સાંઈબાબા ભજન · SAI BABA BHAJANS
Aarti Sai Baba । Saukhyadatara Jiva ।
Charana Rajatali । Dyava Dasan Visava, Bhaktan Visava ॥
Aarti Sai Baba... ॥
Jaluniyan Anang । Swaswarupi Rahe Dang ।
Mumukshu Janan Davi । Nij Dolan Shrirang ॥ Aarti... ॥
Jaya Mani Jaisa Bhav । Taya Taisa Anubhav ।
Davisi Dayaghana । Aisi Tuzi Hi Mav ॥ Aarti... ॥
Tumche Nam Dhyatan । Hare Sansruti Vyatha ।
Agadh Tav Karani । Marg Davisi Anatha ॥ Aarti... ॥
Kaliyugi Avatar । Sagun Parabrahma Sachar ।
Avatirna Zalase । Swami Datta Digambar ॥ Aarti... ॥
Athan Divasan Guruvari । Bhakta Kariti Vari ।
Prabhupad Pahavaya । Bhavbhay Nivari ॥ Aarti... ॥
Maza Nijadravya Theva । Tav Charanraj Seva ।
Magane Hechi Atan । Tumhan Devadhideva ॥ Aarti... ॥
Ichchhit Din Chatak । Nirmal Toy Nijasukh ।
Pajave Madhava Ya । Sambhal Apuli Bhak ॥ Aarti... ॥
ૐ સાંઈ નમો નમઃ
શ્રી સાંઈ નમો નમઃ
જય જય સાંઈ નમો નમઃ
સદ્ગુરુ સાંઈ નમો નમઃ
(આ ચાર પંક્તિની ધૂન વારંવાર ગવાય છે)
ૐ સાંઈ રામ । ૐ સાંઈ શ્યામ ।
ૐ સાંઈ ભગવાન । શિરડીના સાંઈ ભગવાન ॥
Om Sai Namo Namah
Shri Sai Namo Namah
Jay Jay Sai Namo Namah
Sadguru Sai Namo Namah
(This four-line dhun is repeated as a chant)
Om Sai Ram । Om Sai Shyam ।
Om Sai Bhagwan । Shirdi Na Sai Bhagwan ॥
સાંઈ રામ સાંઈ શ્યામ સાંઈ ભગવાન ।
શિરડી કે દાતા સબસે મહાન ॥
(ધૂન રૂપે વારંવાર ગવાય છે)
આ લોકપ્રિય ભજનના પૂરા શબ્દો કૉપીરાઇટ હેઠળ છે —
પૂરું ભજન સાંભળવા પ્લેલિસ્ટની YouTube કડી જુઓ.
Sai Ram Sai Shyam Sai Bhagwan ।
Shirdi Ke Data Sabse Mahan ॥
(Sung over and over as a dhun)
The full lyrics of this popular recording are under copyright —
please listen via the YouTube link in the playlist.
દીવાના તેરા આયા, બાબા તેરી શિરડી મેં ।
સંભાલો મુઝે મેરે સાંઈ, બિગડી બના દો ॥
(ધૂન રૂપે વારંવાર ગવાય છે)
આ લોકપ્રિય ભજનના પૂરા શબ્દો કૉપીરાઇટ હેઠળ છે —
પૂરું ભજન સાંભળવા પ્લેલિસ્ટની YouTube કડી જુઓ.
Deewana Tera Aaya, Baba Teri Shirdi Mein ।
Sambhalo Mujhe Mere Sai, Bigdi Bana Do ॥
(Sung over and over as a dhun)
The full lyrics of this popular recording are under copyright —
please listen via the YouTube link in the playlist.
શિરડી વાલે સાંઈ બાબા ।
આયા હૈ તેરે દર પે સવાલી ॥
(અમર અકબર એન્થની, ૧૯૭૭ — મોહમ્મદ રફી)
આ પ્રસિદ્ધ ફિલ્મી ભજનના પૂરા શબ્દો કૉપીરાઇટ હેઠળ છે —
પૂરું ભજન સાંભળવા પ્લેલિસ્ટની YouTube કડી જુઓ.
Shirdi Wale Sai Baba ।
Aaya Hai Tere Dar Pe Sawali ॥
(Amar Akbar Anthony, 1977 — Mohammed Rafi)
The full lyrics of this famous film bhajan are under copyright —
please listen via the YouTube link in the playlist.
સબકા માલિક એક હૈ — સાંઈ બાબા ।
ૐ સાંઈ, શ્રી સાંઈ, જય જય સાંઈ ॥
સબકા માલિક એક હૈ — સાંઈ બાબા ।
ૐ સાંઈ, શ્રી સાંઈ, જય જય સાંઈ ॥
(સાંઈ બાબાનું પોતાનું વચન — "સબકા માલિક એક" —
આ પરંપરાગત ધૂન આ પંક્તિઓ દોહરાવતાં ગવાય છે)
Sabka Malik Ek Hai — Sai Baba ।
Om Sai, Shri Sai, Jay Jay Sai ॥
Sabka Malik Ek Hai — Sai Baba ।
Om Sai, Shri Sai, Jay Jay Sai ॥
(Baba's own words — "Sabka Malik Ek" —
this traditional dhun repeats these lines)
વિભાગ ૪ · ભજન સંગ્રહ · THE BHAJAN COLLECTION
અચ્યુતમ્ કેશવમ્ કૃષ્ણ દામોદરમ્
રામ નારાયણમ્ જાનકી વલ્લભમ્ ॥ (૨)
કૌન કહતા હૈ ભગવાન આતે નહીં
તુમ મીરા કે જૈસે બુલાતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્...
કૌન કહતા હૈ ભગવાન ખાતે નહીં
તુમ શબરી કે જૈસે ખિલાતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્...
કૌન કહતા હૈ ભગવાન સોતે નહીં
તુમ મા યશોદા કે જૈસે સુલાતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્...
કૌન કહતા હૈ ભગવાન નાચતે નહીં
તુમ ગોપી કે જૈસે નચાતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્...
કૌન કહતા હૈ ભગવાન દિખતે નહીં
તુમ પ્રહ્લાદ કે જૈસે પુકારતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્ કૃષ્ણ દામોદરમ્
રામ નારાયણમ્ જાનકી વલ્લભમ્ ॥
વિભાગ 4 · ભજન સંગ્રહ · THE BHAJAN COLLECTION
Achyutam Keshavam Krishna Damodaram
Ram Narayanam Janaki Vallabham ॥ (2)
Kaun Kehta Hai Bhagwan Aate Nahin
Tum Meera Ke Jaise Bulate Nahin ॥
Achyutam Keshavam...
Kaun Kehta Hai Bhagwan Khate Nahin
Tum Shabari Ke Jaise Khilate Nahin ॥
Achyutam Keshavam...
Kaun Kehta Hai Bhagwan Sote Nahin
Tum Maa Yashoda Ke Jaise Sulate Nahin ॥
Achyutam Keshavam...
Kaun Kehta Hai Bhagwan Nachte Nahin
Tum Gopi Ke Jaise Nachate Nahin ॥
Achyutam Keshavam...
Kaun Kehta Hai Bhagwan Dikhte Nahin
Tum Prahlad Ke Jaise Pukarte Nahin ॥
Achyutam Keshavam Krishna Damodaram
Ram Narayanam Janaki Vallabham ॥
પાયોજી મૈંને રામ રતન ધન પાયો ॥
વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ,
કિરપા કર અપનાયો ॥
પાયોજી મૈંને...
જનમ જનમ કી પૂંજી પાઈ,
જગ મેં સભી ખોવાયો ॥
પાયોજી મૈંને...
ખરચૈ ન ખૂટે વાકો, ચોર ન લૂટે,
દિન દિન બઢત સવાયો ॥
પાયોજી મૈંને...
સત કી નાવ ખેવટિયા સતગુરુ,
ભવસાગર તર આયો ॥
પાયોજી મૈંને...
મીરા કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો ॥
પાયોજી મૈંને...
Payoji Maine Ram Ratan Dhan Payo ॥
Vastu Amolik Di Mere Satguru,
Kirpa Kar Apnayo ॥
Payoji Maine...
Janam Janam Ki Punji Pai,
Jag Men Sabhi Khovayo ॥
Payoji Maine...
Kharchai Na Khute Vako, Chor Na Lute,
Din Din Badhat Savayo ॥
Payoji Maine...
Sat Ki Nav Khevatiya Satguru,
Bhav-Sagar Tar Aayo ॥
Payoji Maine...
Meera Ke Prabhu Giridhar Nagar,
Harakh Harakh Jas Gayo ॥
Payoji Maine...
મંગળ મંદિર ખોલો, દયામય
મંગળ મંદિર ખોલો.
મંગળ મંદિર ખોલો, દયામય...
મંગળ મંદિર ખોલો.
જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો દયામય...
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો લ્યો દયામય...
નામ મધુર તવ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો દયામય...
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો દયામય...
Mangal Mandir Kholo, Dayamaya
Mangal Mandir Kholo
Mangal Mandir Kholo, Dayamaya
Mangal Mandir Kholo.
Jeevan Van Ati Vege Vatavyu,
Dwar Ubho Shishu Bholo Dayamaya...
Timir Gayu Ne Jyoti Prakashyo,
Shishune Urma Lyo Lyo Dayamaya...
Naam Madhur Tav Ratyo Nirantar,
Shishu Saha Preme Bolo Dayamaya...
Divya Trushatur Aavyo Balak,
Prem Amiras Dholo Dayamaya...
હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
મારાં પાપ ભર્યાં છે એવાં, તારી ભૂલ્યો કરવી સેવા
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...
હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા
વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો હું અવળી બાજી
અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...
મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો
મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...
ભલે છોરું કછોરું થાયે, તું માવતર કહેવાયે
મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...
છે ભક્તનું દિલ ઉદાસી, તારા ચરણે લે અવિનાશી
રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...
He Karuna Na Karanara, Tari Karuna No Kai Par Nathi
He Sankat Na Haranara, Tari Karuna No Kai Par Nathi
Mara Pap Bharya Chhe Eva, Tari Bhulyo Karavi Seva
Mari Bhulo Na Bhulnara, Tari Karuna No Kai Par Nathi He...
He Param Krupalu Vahala, Men Pidha Visha Na Pyala
Vishane Amrut Karanara, Tari Karuna No Kai Par Nathi He...
Hun Antar Ma Thai Raji, Khelyo Hun Avali Baji
Avali Savali Karanara, Tari Karuna No Kai Par Nathi He...
Mane Jadato Nathi Kinaro, Maro Kyan Thi Aave Aaro
Mara Sacha Khevanhara, Tari Karuna No Kai Par Nathi He...
Bhale Chhoru Kachhoru Thaye, Tun Mavatar Kahevaye
Mithi Chhaya Denara, Tari Karuna No Kai Par Nathi He...
Chhe Bhakta Nu Dil Udasi, Tara Charane Le Avinashi
Radha Na Dil Haranara, Tari Karuna No Kai Par Nathi He...
ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહીં
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં
અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિતજનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહીં
કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહીં
હેતે લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં
લાખો કમાતા હો ભલે, મા-બાપ જેથી ના ઠર્યાં
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં
સંતાનથી સેવા ચાહો, તો સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં
ભીને સૂઈ પોતે અને, સૂકે સૂવાડ્યાં આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં
ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહીં
એનાં પુનિત ચરણો તણી, ચાહના ભૂલશો નહીં
Bhulo Bhale Biju Badhu, Maa Baap Ne Bhulsho Nahi
Aganit Chhe Upkar Aena, Aeh Visarsho Nahi
Asahya Vethi Vedna, Tyare Dithu Tam Mukhdu
A Puneet Janana Kalja, Paththar Bani Chhundsho Nahi
Kaadhi Mukhethi Koliya, Moma Dai Mota Karya
Amrut Tana Denar Same, Zer Ugalsho Nahi
Hete Ladavya Lad Tamne, Kod Sau Pura Karya
A Kodna Purnarna, Kod Purva Bhulsho Nahi
Lakho Kamata Ho Bhale, Maa Baap Jethi Na Tharya
A Lakh Nahi Pan Rakh Chhe, A Manvu Bhulsho Nahi
Santanthi Seva Chaho, To Santan Chho Seva Karo
Jevu Karo Tevu Bharo, A Bhavna Bhulsho Nahi
Bhine Sui Pote Ane, Suke Suvadya Aapne
Ae Amimay Ankhne, Bhuline Bhinjavsho Nahi
Pushpo Bichhavya Premthi, Jene Tamara Rah Par
Ae Rahbarna Rah Par, Kantak Kadi Bansho Nahi
Dhan Kharachta Malshe Badhu, Mata Pita Malshe Nahi
Ena Punit Charano Tani, Chahana Bhulsho Nahi
નમામિ યમુનામહં, સકલસિદ્ધિહેતું મુદા ।
મુરારિપદ પંકજ સ્ફુરદ્મન્દરેણૂત્કટામ્ ॥
તટસ્થનવકાનન પ્રકટમોદ પુષ્પામ્બુના ।
સુરાસુરસુપૂજિતસ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ્ ॥ ૧ ॥
કલિન્દગિરિમસ્તકે પતદ્મન્દપૂરોજ્જવલા ।
વિલાસગમનોલ્લસત્ પ્રકટગણ્ડશૈલોન્નતા ॥
સઘોષગતિદન્તુરા સમધિરૂઢ દોલોત્તમા ।
મુકુન્દરતિવર્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા ॥ ૨ ॥
ભુવં ભુવન પાવનીમધિગતામનેકસ્વનૈઃ ।
પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ ॥
તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાલુકા ।
નિતમ્બતટસુંદરી નમત કૃષ્ણતુર્યપ્રિયામ્ ॥ ૩ ॥
અનન્તગુણભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે ।
ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે ॥
વિશુદ્ધમથુરાતટે સકલગોપગોપીવૃતે ।
કૃપાજલધિસંશ્રિતે મમ મનઃસુખં ભાવય ॥ ૪ ॥
યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા ।
સમાગમનતોઽભવત્ સકલસિદ્ધિદા સેવતામ્ ॥
તયા સદૃશતામિયાત્ કમલજાસપત્નીવ યત્ ।
હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ્ ॥ ૫ ॥
નમોઽસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતં ।
ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાનતઃ ॥
યમોઽપિ ભગિનીસુતાન્ કથમુ હન્તિ દુષ્ટાનપિ ।
પ્રિયો ભવતિ સેવનાત્ તવ હરેર્યથા ગોપિકાઃ ॥ ૬ ॥
મમાઽસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા ।
ન દુર્લભતમા રતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે ॥
અતોઽસ્તુ તવ લાલના સુરધુની પરં સંગમાત્ ।
તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ॥ ૭ ॥
સ્તુતિં તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે ।
હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ ॥
ઈયં તવ કથાધિકા સકલગોપિકા સંગમ ।
સ્મરશ્રમજલાણુભિઃ સકલગાત્રજૈઃ સંગમઃ ॥ ૮ ॥
તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા ।
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિઃ ॥
તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ ।
સ્વભાવવિજયો ભવેત્ વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ॥ ૯ ॥
Namami Yamunamaham, Sakal-Siddhi-Hetum Muda
Murari-Pada-Pankaja Sfurad-Manda-Renutkatam
Tatastha-Nava-Kanana Prakata-Moda-Pushpambuna
Surasura-Supujita-Smara-Pituh Shriyam Bibhratim ...1
Kalinda-Giri-Mastake Patad-Manda-Purojjvala
Vilasa-Gamanollasat Prakata-Ganda-Shailonnata
Saghosha-Gati-Dantura Samadhi-Rudha-Dolottama
Mukunda-Rati-Vardhini Jayati Padma-Bandhoh Suta ...2
Bhuvam Bhuvana-Pavanim Adhigatam Aneka-Svanaih
Priyabhiriva Sevitam Shuka-Mayura-Hansadibhih
Taranga-Bhuja-Kankana Prakata-Muktika-Valuka
Nitamba-Tata-Sundari Namata Krishna-Turya-Priyam ...3
Ananta-Guna-Bhushite Shiva-Viranchi-Deva-Stute
Ghanaghana-Nibhe Sada Dhruva-Parashara-Bhishtade
Vishuddha-Mathura-Tate Sakala-Gopa-Gopi-Vrute
Krupa-Jaladhi-Sanshrite Mama Manah Sukham Bhavaya ...4
Yaya Charana-Padmaja Mura-Ripoh Priyam Bhavuka
Samagamanato Bhavat Sakala-Siddhida Sevatam
Taya Sadrushatam Iyat Kamalaja-Sapatniva Yat
Hari-Priya-Kalindaya Manasi Me Sada Sthiyatam ...5
Namostu Yamune Sada Tava Charitram Atyadbhutam
Na Jatu Yama-Yatana Bhavati Te Payah-Panatah
Yamopi Bhagini-Sutan Kathamu Hanti Dushtanapi
Priyo Bhavati Sevanat Tava Harer-Yatha Gopikah ...6
Mamastu Tava Sannidhau Tanu-Navatva-Metavata
Na Durlabhatama Ratir-Mura-Ripau Mukunda-Priye
Atostu Tava Lalana Sura-Dhuni Param Sangamat
Tavaiva Bhuvi Kirtita Na Tu Kadapi Pushti-Sthitaih ...7
Stutim Tava Karoti Kah Kamalaja-Sapatni Priye
Harer-Yadanu-Sevaya Bhavati Saukhyam-Amokshatah
Iyam Tava Kathadhika Sakala-Gopika-Sangama
Smara-Shrama-Jalanubhih Sakala-Gatrajaih Sangamah ...8
Tavashtakam Idam Muda Pathati Sura-Sute Sada
Samasta-Duritakshayo Bhavati Vai Mukunde Ratih
Taya Sakala-Siddhayo Murari-Pushcha Santushyati
Svabhava-Vijayo Bhavet Vadati Vallabhah Shri-Hareh ...9
શંભુ ચરણે પડી, માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો.
તમે ભક્તોનાં દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
હું તો મંદ મતિ, મારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિત્તડું ત્યાં જાવા ચાહે છે.
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી
હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું
મારા દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી
ભોળા શંભુ ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો
ટાળો માનમદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી
અંગે શોભે છે રુદ્રાક્ષમાળા, કંઠે સોહે છે ભોરિંગ કાળા
નમું ઉમિયાપતિ, આપો શુભ મતિ, કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી
Shambhu Charane Padi, Mangu Ghadiye Ghadi Kasht Kapo
Daya Kari Darshan Shiv Aapo.
Tame Bhakto Na Dukh Harnara, Shubh Sahunu Sada Karnara
Hun To Mand Mati, Mari Akal Gati, Kasht Kapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi
Ange Bhasm Smashan Ni Choli, Sange Rakho Sada Bhut Toli
Bhale Tilak Karyu, Kanthe Vish Dharyu, Amrut Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi
Neti Neti Jyan Ved Kahe Chhe, Maru Chittadu Tyan Java Chahe Chhe
Sara Jagma Chhe Tun, Vasu Tarama Hun, Shakti Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi
Hun To Ekal Panth Pravasi, Chhata Aatam Kem Udasi
Thakyo Mathi Re Mathi, Karan Jadatu Nathi, Samjan Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi
Aapo Drashti Ma Tej Anokhu, Sari Srushti Ne Shiv Rup Dekhu
Mara Dil Ma Vaso, Aavi Haiye Haso, Shanti Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi
Bhola Shambhu Bhav Dukh Kapo, Nitya Seva Nu Shubh Fal Aapo
Talo Man-Mada, Galo Garv Sada, Bhakti Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi
Ange Shobhe Chhe Rudraksh Ni Mala, Kanthe Sohe Chhe Bhoring Kala
Namu Umiya Pati, Aapo Shubh Mati, Kasht Kapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi
શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે (૨)
શ્રી રાધે જય જય રાધે, રાધે (૨)
શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે (૨)
Shri Radhe Govind Bhaj Man Shri Radhe (2)
Shri Radhe Jay Jay Radhe, Radhe (2)
Shri Radhe Govind Bhaj Man Shri Radhe (2)
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
એટલું કહેતાં નહિ માનો તો ગોકુળ મેલી દેશું રે
માખણ ખાતાં ન આવડે કાનજી, મુખ થયું છે તારું એઠું રે
ગોપીઓએ તારું ઘર ઘેર્યું, જઈ ખૂણામાં બેઠું રે કાનજી...
ઝુલણી પહેરતાં ન આવડે કાનજી, અમે તને પહેરાવતાં રે
ભરવાડોની ગાળો ખાતો તો, અમે તને છોડાવતાં રે કાનજી...
કાલો ઘેલો તારા માતપિતાનો, અમને શેના કોડ રે
કરમ સંજોગે આવી મળ્યાં, આંગણાં જોડાજોડ રે કાનજી...
ઘૂંટણિયાભેર હાલતો ચાલતો, બોલતો કાલું ઘેલું રે
ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી, પ્રેમભક્તિમાં રેલું રે કાનજી...
Kanji Tari Ma Kaheshe Pan Ame Kanudo Kaheshu Re
Etalu Kaheta Nahi Mano To Gokul Meli Deshu Re
Makhan Khata Na Aavade Kanji, Mukh Thayu Taru Ethu Re
Gopiyo E Taru Ghar Gheryu, Jai Khunama Bethu Re Kanji...
Zulani Perata Na Aavade Kanji, Ame Tane Peravata Re
Bharvado Ni Galo Khato To, Ame Tane Chhodavata Re Kanji...
Kalo Ghelo Tara Matpita No, Amane Shena Kod Re
Karam Sanjoge Aavi Malya, Aangana Joda Jod Re Kanji...
Ghuntaniya Bher Halato Chalato, Bolato Kalu Ghelu Re
Bhale Malya Mehta Narsinh No Swami, Prem Bhakti Ma Relu Re Kanji...
હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું
કાંઈ ન જાણું રે... કાંઈ ન જાણું... કાંઈ ન જાણું
ધરમ કરમના જોડ્યા બળદિયા,
ધીરજની લગામ તાણું કાંઈ ન જાણું...
સુખ ને દુઃખનાં પૈડાં ઉપર ગાડું ચાલ્યું જાય...
કદી ઊગે આશાનો સૂરજ કદી અંધારું થાય...
હે... મારી મુજને ખબર નથી કાંઈ... (૨)
ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું...
પાંપણ પાતાળે સ્વપ્નાં સંઘર્યાં...
મનની સાંકળ વાસી રે... ઉપર મનની સાંકળ વાસી રે
ડગર ડગર આવે નગરિયાં... ના આવે મારું કાશી રે... (૨)
હે ક્યારે વેરણ રાત વીતે ને
ક્યારે વાયે વહાણું કાંઈ ન જાણું...
ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું ?
અગમનિગમનો ખેલ અગોચર, મનમાં મારે મૂંઝાવાનું
હે હરતું-ફરતું શરીર તો છે
પીંજર એક પારણું કાંઈ ન જાણું...
Hari Tun Gadun Marun Kyan Lai Jay, Kain Na Janun,
Kain Na Janun Re... Kain Na Janun... Kain Na Janun.
Dharam Karam Na Jodya Baladiya,
Dhiraj-Ni Lagam Tanun Kain Na Janun...
Sukh Ne Dukh-Na Paidan Upar Gadun Chalyun Jay...
Kadi Uge Asha-No Suraj Kadi Andharun Thay...
He... Mari Muj-Ne Khabar Nathi Kai... (2)
Kyan Marun Thekanun Kain Na Janun...
Panpan Patale Svapnan Sangharyan...
Man-Ni Sankal Vasi Re... Upar Man-Ni Sankal Vasi Re
Dagar-Dagar Ave Nagariyan... Na Ave Marun Kashi Re... (2)
He Kyare Veran Rat Vite Ne
Kyare Vaye Vahanun Kain Na Janun...
Kyan-Thi Avyo, Kyan Javanun, Kyan Mare Rahevanun ?
Agam-Nigam No Khel Agochar, Man-Man Mare Munzavanun,
He Haratun-Faratun Sharir To Chhe
Pinjar Ek Paranun Kain Na Janun...
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી.
નાહકના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.
જનની જનેતાએ જન્મ જ દીધો,
પાળી પોષીને તેને મોટો જ કીધો
પરણ્યા પછી માના સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.
આ મારો દીકરો ને આ મારો બાપ છે,
આ મારી ઘરવાળી ને આ મારી માત છે,
મૂઆના સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.
મનથી માની રહ્યો છે આ બધાં મારાં
માની લે જીવડા કોઈ નથી તારાં
સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.
કંઈક ગયા ને કંઈક જવાના,
ના કોઈ રહ્યા કે ના કોઈ રહેવાના
ગયા તેના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.
ભક્તમંડળ કહે છે પ્રભુને ભજી લ્યો,
માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લ્યો
પ્રભુ વિના કોઈ સંગાથી નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.
Koi Koinu Nathi Re, Koi Koinu Nathi.
Nahakna Maro Badha Mathi Mathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re
Janani Janetaye Janma Didho,
Pali Poshine Tane Moto Kidho,
Paranya Pachhi Maana Samu Joto Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re
Aa Maro Dikaro Ne Aa Maro Baap Chhe,
Aa Mari Gharwali Ne Aa Mari Maat Chhe,
Muana Sanghathe Koi Jatu Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re
Manthi Mani Rahyo Chhe Aa Badha Mara
Mani Le Jivda Koi Nathi Taara
Swarth Vina Priti Koi Karatu Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re
Kaink Gaya Ne Kaink Javana,
Na Koi Rahya Ke Na Koi Rahevana
Gaya Tena Koi Samachar Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re
Bhakt Mandal Kahe Chhe Prabhune Bhajilyo,
Manavno Deh Malyo Fero Sudhari Lyo,
Prabhu Vina Koi Sanghathi Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re
એક દિન જાવું હરિના ધામમાં (૨)
ચેતીને ચાલજો સંસારમાં, - એક દિન જાવું હરિના ધામમાં
જોજો એ દિવસ ઓચિંતો આવશે (૨)
રહેજો ગોવિંદના ગાનમાં, - એક દિન જાવું હરિના ધામમાં
એની ખબરનો સંદેશો નહીં આવે (૨)
નહીં આવે તાર કે ટપાલમાં, - એક દિન જાવું હરિના ધામમાં
લેશે જવાબ ત્યાં તો પાપના ને પુણ્યના (૨)
સમજીને રહેજો શાનમાં, - એક દિન જાવું હરિના ધામમાં
મારાં મારાં જેને માની રહ્યા છો (૨)
ત્યાં તો એક નહીં આવે એ કામમાં, - એક દિન જાવું હરિના ધામમાં
ભક્તમંડળ કહે છે હરિને ભજી લ્યો (૨)
રાખોને ચિત્ત ભગવાનમાં, - એક દિન જાવું હરિના ધામમાં
Ek Din Jaavu Harina Dham Ma (2)
Chetine Chaljo Sansarma, - Ek Din Jaavu Harina Dham Ma
Jojo Ae Divas Ochinto Aavshe (2)
Rahejo Govind Na Gaan Ma, - Ek Din Jaavu Harina Dham Ma
Eni Khabarno Sandesho Nahi Aave (2)
Nahi Aave Taar Ke Tapalma, - Ek Din Jaavu Harina Dham Ma
Leshe Jawab Tyan To Paapna Ne Punyana (2)
Samajine Rahejo Shaanma, - Ek Din Jaavu Harina Dham Ma
Maara Maara Jene Mani Rahya Chho (2)
Tyan To Nahi Aave Ae Kaam Ma, - Ek Din Jaavu Harina Dham Ma
Bhakt Mandal Kahe Chhe Hari Ne Bhaji Lyo (2)
Rakho Ne Chitt Bhagvaan Ma, - Ek Din Jaavu Harina Dham Ma
હંસલો ચાલ્યો જવાનો એકલો રે,
સંગમાં આવે પુણ્ય ને પાપ. હંસલો...
ત્યાં નથી કોઈનો રે સંગાથ,
ત્યાં નથી કોઈનો રે મેળાપ. હંસલો...
ભાથું ભક્તિનું સાથે લઈ લેજો રે,
ત્યાં નથી વાણિયા કેરી હાટ. હંસલો...
સંગ તો સાચા ગુરુનો સેવજો રે,
એ તો ઉતારશે ભવપાર. હંસલો...
જેટલો વખત ભજનમાં ગાળશો રે,
તેટલો ચોપડે જમા થાય. હંસલો...
સુખ તો રામના નામનું સેવજો રે,
તે છે મુક્તિનો દેનાર. હંસલો...
Hansalo Chalyo Java-No Ekalo Re,
Sang-Man Ave Punya Ne Pap Hansalo...
Tyan Nathi Koi-No Re Sangath,
Tyan Nathi Koi-No Re Melap Hansalo...
Bhathun Bhakti-Nun Sathe Lai Lejo Re,
Tyan Nathi Vaniya Keri Hat Hansalo...
Sang To Sacha Guru-No Sevajo Re,
E To Utarashe Bhav-Par Hansalo...
Jetalo Vakhat Bhajan-Man Galasho Re,
Tetalo Chopade Jama Thay Hansalo...
Sukh To Ram-Na Nam-Nun Sevajo Re,
Te Chhe Mukti-No Denar Hansalo...
સાખી
રામ ભજી લે, પ્રાણિયા, પછી ભજાશે નહીં
તારી કાયા થાશે જાંજરી, બેઠું રહેવાશે નહીં
તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે (૨)
આનાકાની કાંઈ નહીં ચાલે (૨)
જ્યારે એ બોલાવશે તારે મોટા ઘરનું તેડું...
બિસ્તર સાથે નહીં લેવા દે,
સંદેશો પણ નહીં કહેવા દે
તુજને તારા ઘર માંહેથી...
એકલો ઉઠાવશે તારે મોટા ઘરનું તેડું...
સગાં સંબંધી જોતાં રહેશે,
રોતાં રોતાં વિદાય લેશે,
મારગડામાં ખાવા માટે
ભાથું ના બંધાવશે તારે મોટા ઘરનું તેડું...
પૂરું જીવતર એળે જાશે,
આવ્યો એવો જગથી જાશે,
પ્રભુજી જ્યારે પૂછશે ત્યારે,
જવાબ ક્યાંથી આપશે તારે મોટા ઘરનું તેડું...
પુનિત પદવી તુજને આપી,
માનવ તન-મન દીધો સ્થાપી,
દલ બદલ ભટકાવશે તારે મોટા ઘરનું તેડું...
SAKHI
Ram Bhaji Le, Praniya, Pachhi Bhajashe Nahi,
Tari Kaya Thashe Janjari, Bethun Rahevashe Nahi.
Tare Mota Ghar-Nun Tedun Ek Din Avashe (2)
Anakani Kain Nahi Chale (2)
Jyare E Bolavashe Tare Mota Ghar-Nun Tedun...
Bistar Sathe Nahi Leva De,
Sandesho Pan Nahi Kaheva De,
Tuj-Ne Tara Ghar-Mahethi,
Ekalo Uthavashe Tare Mota Ghar-Nun Tedun...
Saga-Sambandhi Jota Raheshe,
Rota-Rota Viday Leshe,
Maragada-Man Khava Mate,
Bhathun Na Bandhavashe Tare Mota Ghar-Nun Tedun...
Puru Jivatar Ele Jashe,
Avyo Evo Jag-Thi Jashe,
Prabhuji Jyare Puchhashe Tyare,
Javab Kyan-Thi Apashe Tare Mota Ghar-Nun Tedun...
Punit Padavi Tuj-Ne Api,
Manav Tan-Man Didho Sthapi,
Dal-Badal Bhatkavashe Tare Mota Ghar-Nun Tedun...
સમય મારા સાધજે વહાલા, કરું હું તો કાલાવાલા
અંત સમય મારો આવશે જ્યારે,
નહીં રહે દેહનું ભાન (૨)
એવે સમય મુખે તુલસી દેજો,
દેજો યમુના પાન (૨)
જીભલડી મારી પરવશ બનશે,
જો હારી બેસું હું હામ (૨)
એવે સમય મારી વ્હારે ચઢીને,
રાખજે તારું નામ (૨)
કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે,
તૂટશે જીવનદોર (૨)
એવે સમય મારા અલબેલાજી,
કરજો બંસરી શોર (૨)
આંખલડી મારી પાવન કરજો ને,
દેજો એક જ લ્હાણ (૨)
શ્યામસુંદર તારી ઝાંખી કરીને,
ભક્તો છોડે પ્રાણ (૨)
Samay Mara Sadhaje Vahala, Karu Hun To Kalavala
Ant Samay Maro Avashe Jyare,
Nahi Rahe Deha Nu Bhan (2)
Eve Samay Mukhe Tulasi Dejo,
Dejo Yamuna Pan (2)
Jibhaladi Mari Paravash Banashe,
Jo Hari Besu Hun Ham (2)
Eve Samay Mari Vhare Chadhi Ne,
Rakhaje Tarun Nam (2)
Kanth Rundhashe Ne Nadiyo Tutashe,
Tutashe Jivan Dor (2)
Eve Samay Mara Albelaji,
Karajo Bansari Shor (2)
Ankhaladi Mari Pavan Karajo Ne,
Dejo Ek Ja Lahan (2)
Shyam Sundar Tari Zankhi Kari Ne,
Bhakto Chhode Pran (2)
... ૧ ...
ભૂમિ મંગલમ્ (૨) ભૂમિ મંગલમ્ (૨)
ઉદક મંગલમ્ (૨) ગગન મંગલમ્ (૨)
સૂર્ય મંગલમ્ (૨) ચંદ્ર મંગલમ્ (૨)
વાયુ મંગલમ્ (૨) અગ્નિ મંગલમ્ (૨)
જીવ મંગલમ્ જગત મંગલમ્ (૨)
મનો મંગલમ્ આત્મ મંગલમ્ (૨)
સર્વ મંગલમ્ (૩)
સર્વ મંગલમ્ ભવતુ ભવતુ ભવતુ
ભવતુ ભવતુ ભવતુ
... ૨ ...
ૐ સહનાવવતુ । સહ નૌ ભુનક્તુ । સહ વીર્યં કરવાવહૈ ।
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ।
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥
હરિ ૐ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ૐ
... ૩ ...
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥
હરિ ૐ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ૐ
... ૪ ...
સબકા કલ્યાણ, સબ રહેં સુખી
કોઈ ના હો દુઃખી, સબ કા હો મંગલમ્
... ૫ ...
પૂરબ મેં પશ્ચિમ મેં ઉત્તર મેં દક્ષિણ મેં
પહાડોં મેં સમંદર મેં વન મેં જંગલ મેં
જન જન કે જીવન મેં
શાંતિ હો શાંતિ હો શાંતિ હો ॥
... 1 ...
Bhoomi Mangalam (2) Bhoomi Mangalam (2)
Udak Mangalam (2) Gagan Mangalam (2)
Soorya Mangalam (2) Chandra Mangalam (2)
Vayu Mangalam (2) Agni Mangalam (2)
Jiv Mangalam Jagat Mangalam (2)
Mano Mangalam Aatma Mangalam (2)
Sarva Mangalam (3)
Sarva Mangalam Bhavatu Bhavatu Bhavatu
Bhavatu Bhavatu Bhavatu
... 2 ...
Om Sahanavavatu Saha Nau Bhunaktu
Saha Viryam Karvavahai, Tejasvinavadhitamastu
Ma Vidvishavahai Om Shanti Shanti Shanti
Hari Om Shri Gurubhyo Namah Hari Om
... 3 ...
Om Purnamadah Purnamidam Purnat-Purnamudachyate
Purnasya Purnamadaya Purnamevavashishyate
Om Shanti Shanti Shanti
Hari Om Shri Gurubhyo Namah Hari Om
... 4 ...
Sabka Kalyan, Sab Rahe Sukhi
Koi Na Ho Dukhi, Sabka Ho Mangalam
... 5 ...
Poorab Me Paschim Me Uttar Me Dakshin Me
Pahado Me Samandar Me Van Me Jangal Me
Jan Jan Ke Jivan Me
Shanti Ho Shanti Ho Shanti Ho
BHAJANAVALI
શ્રી કૃષ્ણઃ શરણં મમ
સંકલન · Collated by Rakesh Sudhirchandra Patel
સત્સંગ માટે · For satsang use
To order your customised copies go to bhajanbook.com